નવસારીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગાર્ડા ચાલમાં રહેતો યુવક સુરતથી કામ કરી ઘરે ટ્રેનમાં પરત આવતો હતો ત્યારે તવડી નજીક ટ્રેનમાંથી પડી જતા ટ્રેનમાં પગ આવી જતા બંને પગ કપાઈ ગયા હતા. જોકે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીના ગાર્ડા ચાલમાં નીતિન પ્રેમજીભાઈ કોળી (ઉ.વ.36) વૃદ્ધ માતા અને બે બહેન સાથે રહી સુરતમાં ડાયમંડની ઓફિસમાં રત્નકલાકાર તરીકે કામ કરી આર્થીક ગુજરાન ચલાવતો હતો. નિતીન કોળી સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી દરરોજ સવારે ટ્રેનમાં જતો અને પરત તે ઇન્ટરસિટી ટ્રેનમાં આવતો હતો.જોકે સોમવારે ઇન્ટરસિટી ટ્રેનમાં ઘરે પરત આવતો હતો તે સમયે ટ્રેનના દરવાજા પાસે બેસેલો હતો. જેથી તવડી પાસે તે ટ્રેનના દરવાજા પાસેથી અચાનક પડી ગયો અને ટ્રેનની અડફેટે તેના બંને પગ કપાઈ ગયા હતા. આ ઘટના બાદ ટ્રેનના મુસાફરોએ અન્ય ટ્રેનને ઉભી રાખીને આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે સુરતમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application