Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક પરથી પડી જતાં સારવાર દરમિયાન યુવકનું મોત

  • April 07, 2023 

વાંસદાનાં યુવક ચીખલીમાં બોરિંગની જાળી પર પીવીસી પાઇપ બાંધવા જતા ટ્રક પરથી પડી ગયો હતો. જેને લીધે યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. વાંસદા તાલુકાના સુખાબારી ગામે રહેતા પિંટુભાઇ કાંતુભાઇ પવારે ચીખલી પોલીસ મથકમાં જાણ કરી કે તેમના મિત્ર નિલેશ શુકકરભાઇ પવાર (ઉ.વ.36., રહે.નવી નગરી, સુખાબારી, તા.વાંસદા) તા.22 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં ખુંધ પટેલ બેટરી નજીક વાંસદા ચીખલી રોડ પાસે બોરિંગની ગાડી ઉપર પીવીસી પાઇપ બાંધવા માટે ગયો હતો. અકસ્માતે ટ્રક ઉપરથી પડી જતા નિલેશભાઇ પવારના માથામાં ગંભીર ઇજા થઇ હતી. જોકે નિલેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેથી પિંટુભાઇનું તા.4 એપ્રિલના રોજ રાત્રિના 10 વાગ્યાના સુમારે મોત થયું હતું. ઘટના અંગે ચીખલી પોલીસ તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application