Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનો યુવક અને યુવતી મોપેડ ઉપર દારૂ લઈ જતા ઝડપાયા, રૂપિયા 22 હજારનો મુદ્દામાલ જપ્ત

  • October 31, 2020 

ઉચ્છલના જામકી પાસેથી દારૂ લઈ જતા બે ઈસમોને ઝડપી પાડી 22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

 

મળતી માહિતી અનુસાર તા.30 ઓકટોબર નારોજ ઉચ્છલ તાલુકાના જામકી ગામની હોટલ  પાસેથી એવીએટર મોપેડ ગાડી નંબર જીજે/21/ક્યુ/7333 ને ઝડપી પાડી તપાસ કરતા મોપેડ ઉપર સવાર અંકુશભાઈ સાહેબરાવ કદમ રહે, સહયોગ નગર,વિજલપોર તા.જલાલપોર-નવસારી અને દેવીન્દ્રાબેન ડાહ્યાભાઈ રાઠોડ રહે, વૈજ્લપર માતા ફળિયું, જલાલપોર-નવસારી નાઓના પાસેથી દેશીદારૂ ટેંગો પંચની કુલ બાટલીઓ નંગ 45 અને વિસ્કીની કુલ બાટલીઓ નંગ 10 મળી કુલ રૂપિયા 7,250/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

બનાવ અંગેવ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ અર્જુનભાઈની ફરિયાદના આધારે મોપેડ અને દારૂ મળી કુલ રૂપિયા 22,250/- નો મુદ્દામાલ કબજે કરી બંને આરીપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application