Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ઉચ્છલના ચચરબુંદા હાઇવે ઉપર ટ્રક અડફેટે બાઈક ચાલક યુવકનું મોત

  • March 01, 2023 

ઉચ્છલના ચચરબુંદા ગામના હાઇવે પર ટ્રક અડફેટે બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર તા.૨૭/૦૨/૨૦૨૩ નારોજ ટાટા કંપનીની એલ.પી.ટી ટ્રક નંબર એમેચ/૨૬/ડીઈ/૪૩૧૨ ના ચાલકે પોતાનું ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગૌતમભાઈ પ્રતાપભાઈ ગામીત (ઉ.વ.૨૬)રહે.કમલાપુર ગામ તા.ઉચ્છલ નાઓની કબ્જાની  હોન્ડા કંપનીની યુનિકોર્ન બાઈક નંબર જીજે/૨૬/એલ/૫૮૦૮ને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક રોડ ઉપર નીચે પાડી  જતા તેના બન્ને પગે ગંભીર ઇજાઓ તથા શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન ગૌતમભાઈ ગામીતનું મોત નિપજ્યું હતું.



બનાવ અંગે ઈસાકભાઈ યશવંતભાઇ ચૌધરી રહે.મોગલબારા ગામ નિશાળ ફળીયું તા.ઉચ્છલ નાઓની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application