Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢથી સીપીએમ કોલોની ખાતે જતા બાઈક ચાલક યુવકનું માર્ગ અકસ્માતમાં મોત, ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

  • December 16, 2022 

સોનગઢ-ઉકાઈ માર્ગ પર અજાણ્યા ડમ્પર અડફેટે ૩૭ વર્ષીય બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ સોનગઢ ઉકાઈ માર્ગ પર આવેલ ગુણસદા ગામ નજીકની આદર્શનગર સોસાયટી પાસેના રોડ ઉપર બુધવારની મોડી સાંજે પુરપાટ ઝડપે દોડતા કોઈ એક અજાણ્યો ડમ્પરના ચાલકે મોટર સાયકલ નંબર જીજે/૨૬/આર/૬૪૨૫ને ટક્કર મારતા બાઈક ચાલક રવીન્દ્રભાઈ નિમ્બાભાઈ પવાર (ઉ.વ.૩૭) રહે. સીપીએમ કોલોની તા.સોનગઢ નાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.



બનાવની જાણ થતા ઉકાઈ પોલીસ સ્ટાફનો અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો બાદમાં દીપકભાઈ રમણભાઈ પંચાલ રહે, રાણીઆંબા ગામ મંદિર ફળિયું તા.સોનગઢ નાની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application