Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોગ અને એક્યુપ્રેશર શિબિર યોજાઇ

  • March 05, 2024 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ડાંગ જિલ્લા પતંજલી યોગ સમિતિ, અને પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય-આૣહવા તેમજ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે યોગ અને એક્યુપ્રેશર શિબિર યોજાવામા આવી હતી. આ યોગ શિબિરમા એમ.એસ યુનિવર્સિટીના રીટાયર્ડ ડાયરેક્ટર શ્રી દુષ્યંતભાઈ મોદી વડોદરાથી પધાર્યા હતા. તેઓએ સંગીતના તાલે સર્વે યોગ અભ્યાસુઓને હળવી કસરતો કરાવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ સરિતાબેન ભોયે, નેહાબેન કાપડીયા તેમજ પતંજલિ યોગ સમિતિ ગુજરાતના કોચ તનુજાબેન આર્યાએ પ્રાણાયામનું મહત્વ સમજાવી પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો. બી.કે. ઇનાબેને યોગનુ મહત્વ સમજાવી, નિયમિત યોગ અને મેડીટેશન કરવાથી તન, મન સ્વસ્થ બને છે. તેમજ તણાવ, હતાશા અને નિરાશા દૂર થાય છે તેમ જણાવી સૌને મેડીટેશનનો અભ્યાસ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના પોલીસ વિભાગ, વન કર્મીઓ તેમજ શિક્ષકોને યોગ અભ્યાસ કરાવવામા આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application