તારીખ ૧/૮/૨૦૨૩થી તા.૮/૮/૨૦૨૩ દરમ્યાન યોજાઈ રહેલા “નારી વંદન સપ્તાહ” અંતર્ગત તા.૨/૮/૨૦૨૩ના રોજ “બેટી બચાઓ-બેટી પઢાઓ” દિવસની ઉવજણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ, આહવા ખાતે PC & PNDT Actના વર્કશોપનુ આયોજન, આરોગ્ય શાખા દ્વારા કરવામા આવ્યુ હતુ. આ વર્કશોપમા જનરલ હોસ્પિટલ આહવા, મહિલા અને બાળ અધિકારીની કચેરી, તથા નર્સીંગ કોલેજ વિગેરેના અધિકારી કર્મચારીઓ સહભાગી થયા હતા. તાલુકા આરોગ્ય અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનો ઉદેશ રજુ કર્યો હતો. જયારે દિકરી પ્રત્યે લાગણી વ્યક્ત કરતા સમાજમાં દિકરીની મહત્વકાંક્ષા સમજાવી હતી. કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” ની જાગૃતિ માટે એક ટુંકી ફિલ્મ તથા બે વિડીયો શો બતાવવામાં આવ્યા હતા. તેમજ વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application