Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમ અંતર્ગત PC & PNDT Actનો વર્કશોપ યોજાયો

  • August 04, 2023 

તારીખ ૧/૮/૨૦૨૩થી તા.૭/૮/૨૦૨૩ દરમ્યાન યોજાઈ રહેલા “નારી વંદન સપ્તાહ” અંતર્ગત તા.૨/૮/૨૦૨૩ના રોજ “બેટી બચાઓ-બેટી પઢાઓ” દિવસની ઉવજણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ, આહવા ખાતે PC & PNDT Actનો વર્કશોપનુ આયોજન આરોગ્ય શાખા દ્વારા કરવામા આવ્યુ હતુ. આ વર્કશોપમા જનરલ હોસ્પિટલ આહવા, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, તથા નર્સીંગ કોલેજ વિગેરેના અધિકારી કર્મચારીઓ સહભાગી થયા હતા.



અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એમ.ગામીતે કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનો ઉદેશ રજુ કર્યો હતો. ડો.એચ.એમ.ગામીતએ દિકરી પ્રત્યે લાગણી વ્યક્ત કરતા સમાજમાં દિકરીની મહત્વકાંક્ષા સમજાવી હતી. કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો”ની જાગૃતિ માટે એક ટુંકી ફિલ્મ તથા બે વિડીયો શો બતાવવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એમ.ગામીત, જનરલ હોસ્પિટલ આહવાના અધિકક્ષક ડો.મિતેશ કુનબી, RCHO ડો.સંજય શાહ દ્વારા પ્રસંગો અનુરૂપ વકતવ્યો રજુ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application