આંધ્રપ્રદેશમાં રહેતી એક મહિલા પાકિસ્તાનના એક વ્યક્તિના કહેવા પર ન્યૂડ ફોટો રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતમાં એક મહિલા પ્રોફસરની આત્મહત્યા સાથે જોડાયેલી છે. આ ક્રાઈમની ઘટનામાં એક પછી એક ભેદ ખુલ્યા હતા. જેમાં સુરત પોલીસે ઝડપેલા ત્રણ બિહારના આરોપીઓ બાદ મહિલાને પકડીને પૂછપરછ કરતા આ ખુવાસો થયો હતો. આમ પાકિસ્તાન કનેક્શન આ કેસમાં સામે આવ્યું છે.
સુરતની મહિલા પ્રોફેસરની આત્મહત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાને બ્લેકમેલ કરી નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યા,પ્રોફેસર મહિલાએ રેલવેની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો આ મામલે બિહારના ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે સુરતના રાંદેર પોલીસે આંધ્રપ્રદેશની જુહી નામની મહિલાની ધરપકડ કરી છે.પોલીસનો દાવો છે કે જુહી નામની આ મહિલા પાકિસ્તાનના ઝુલ્ફીકારને પૈસા મોકલતી હતી. સુરતની પોલીસે આ મહિલાને પકડવા મુસ્લિમ પોષાક પહેરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દોઢ મહિના પહેલા મહિલા પ્રોફેસરે આપઘાત કર્યો હતો.સુરતની મહિલા પ્રોફેસરની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી.
આ પછી, જ્યારે સ્થાનિક પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે મહિલા પ્રોફેસરને તેના મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી હતી. આ પછી પોલીસે સાયબર ટીમની મદદ લીધી અને વધુ તપાસ કર્યા પછી,પોલીસે બિહારના ત્રણની ધરપકડ કરી. આ ત્રણની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આંધ્રપ્રદેશના વિજયવાડાની રહેવાસી જૂહીનું નામ લીધું. જે મહિલા વિજયવાડામાંથી ઝડપાઈ છે. તેનું પૂરું નામ જુહી સલીમ શેખ છે. તેની ઉંમર 30 વર્ષ છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેતી જુહીના લોકેશન બાદ સુરત પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને જુહીના સંપર્કમાં આવી હતી. આ પછી ટીમે જુહીને ત્યાંથી પકડી અને પછી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવ્યા. પોલીસનો દાવો છે કે જુહી પાસે બે મોબાઈલ ફોન અને બે બેંક પાસબુક છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે.જુહી પાકિસ્તાનમાં બેઠેલા ઝુલ્ફીકાર નામના વ્યક્તિના સંપર્કમાં હતી અને એપ્લિકેશન દ્વારા રોજના 50 થી 60 હજાર રૂપિયા પડાવી લેતી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે જુહી લાંબા સમયથી પાકિસ્તાનમાં રહેતા ઝુલ્ફીકારના સંપર્કમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500