Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંખરી ગામ માંથી 8 હજારના ઈંગ્લીશ દારૂ સાથે મહિલા ઝડપાઈ

  • July 03, 2021 

ઉચ્છલના પાંખરી ગામના વિસ્તારમાંથી આજરોજ દારૂની 105 બાટલો સાથે એક મહિલાને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

ઈંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-105 સહિતના મુદ્દામાલ સાથે મુન્નાબેન અર્જુનભાઈ ગામીતને ઝડપી પાડવામાં આવી 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો શનિવારે બપોરે ઉચ્છલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે પાંખરી ગામના નિશાળ ફળીયામાં આવેલ ઘરમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન તપાસ કરતા ઘરના એક ખૂણામાં ખાખી પુઠ્ઠાના બોક્સ અને કાપડની થેલીમાંથી ઈંગ્લીશદારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો નંગ-105 ના પ્રોહી મુદ્દામાલ સાથે મુન્નાબેન અર્જુનભાઈ ગામીત નામની મહિલાને જિલ્લા એલસીબી પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરિયાદના આધારે રૂપિયા 8,100/-નો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબજે કરી મુન્નાબેન ગામીત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(મનિષા સૂર્યવંશી દ્વારા વ્યારા )


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application