સોનગઢનાં હાથી ફળિયામાં રહેતી એક મહિલા મુંબઇથી નીકળતાં વરલી મટકાના આંક પર જુગાર રમાડતાં પોલીસના હાથે ઝડપાઈ જતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ મહિલા સામે અગાઉ જુગાર ધારાના ભંગ બાબતે છ ગુના દાખલ થયા હતા જ્યારે હવે સાતમી વખત પણ ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફ નગર વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, હાથી ફળિયામાં રહેતી સોનલ ઉર્ફે સોનાબેન સુરેશભાઈ ઢોડીયા નામની મહિલા આવતાં જતાં લોકોને બોલાવી પોતાના અંગત ફાયદા માટે મુંબઈથી નીકળતાં વરલી મટકાના આંક પર જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે હાથી ફળિયા જઈ બાતમીવાળી જગ્યાએ જઈ મહિલાના ઘરે રેડ કરતાં સોનલબેનનાં કબ્જામાંથી આંકડા લખેલી કાપણી અને જુગાર રમી ભેગા કરેલાં રોકડા રૂપિયા 11,300/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની સામે જુગાર ધારાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ મહિલાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સોનગઢના હાથી ફળિયામાં જ રહેતો જયલો ઉર્ફે જયેશભાઈ મોહનભાઈ શિંમ્પી નામનો યુવક કરતો હતો જેથી પોલીસે જયલા ઉર્ફે જયેશભાઈ મોહનભાઈ શિંમ્પીને આ કામે વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે વધુમાં મહિલા સામે હાલ ગુનો નોંધાયો છે તેની સામે આ પહેલાં પણ જુગાર ધારાના ભંગ બદલ છ જેટલાં ગુના નોંધાઇ ચુક્યા છે જ્યારે કટિંગ લેનાર જયલો ઉર્ફે જયેશ સામે પણ છ ગુના દાખલ થઈ ચૂક્યા છે પણ તેમ છતાં બંનેમાં કોઈપણ પ્રકારનો ખોભ ના હોય જુગાર રમાડવાનું ચાલુ રાખ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500