સુરતના પુણા સ્થિત સાધના નિકેતન શાળામાં શિક્ષિક હેવાન બની હતી. જેમાં જુનિયર કે.જી.માં અભ્યાસ કરતી બાળકીને ઢોર માર મારવામાં આવ્યો છે. શિક્ષક હેવાન બનીને બાળકીને 26 ધબ્બા માર્યા હતા. બાળકીનું શરીર પર માર મારવાના નિશાન પડતા માતા પિતા રોષે ભરાયા હતા.
શિક્ષિકાએ બેરહેમીથી માર મારવાના મુદ્દે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તથા DEOએ શિક્ષિકાના રાજીનામાનો પત્ર માંગ્યો છે. શિક્ષિકા સામે તમામ કાર્યવાહી કરવામાં આવશે. તથા કોઈ પણ શિક્ષક બેરહેમીથી મારશે તો સજા થશે. અને નિર્દયતા સહન કરી લેવામાં આવશે નહિ. આવી નિર્દયતા બાળકના માનસ પર વિકૃત અસર કરે છે.બાળકીને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો છે.સુરતમાં બાળકીને માર મારવાની ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ઘટના ચલાવી લેવાય નહી. આ બાદ શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી સસ્પેન્ડ કરાયા છે.
મહિલા શિક્ષકે એક બાળકને એટલી નિર્દયતાથી માર માર્યો હતો કે તમે પણ તે જોઇને શિક્ષકને હેવાન રહેશો. સુરતમાં એક મહિલા શિક્ષકે બાળકીને ભણવતા સમયે તેને ઉપરા ઉપરી 35 જેટલા ધબ્બા પીઠ પર માર્યા હતા. શહેરની કારગીલ ચોકની સાધના નિકેતન શાળામાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 26 વખત થપ્પડ માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જુનિયર કેજીની વિદ્યાર્થિનીના વાલીઓએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યુ છે કે, શિક્ષિકાએ તેમની દીકરીને 35 જેટલા થપ્પડ માર્યા છે. જેથી વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ છવાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરની કપોદ્રા વિસ્તારની સાધના નિકેતન શાળામાં કેજીમાં ભણતી વિદ્યાર્થિનીના માતા પિતાએ ફરિયાદ કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, શાળાની શિક્ષિકાએ ક્લાસ રૂમમાં જ કેજીમાં ભણતી બાળકીને 26 ધબ્બા માર્યા છે. બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલવતી વખતે માતાએ તેના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. જે બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ આ વાત જણાવતા કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500