મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં પીઠાદરા ગામેથી વગર પાસ પરમીટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કારમાર મહિલાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, પીઠાદરા ગામના દાદરી ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે વગર પાસ પરમીટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી જેથી પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હેમલત્તાબેન રાકેશભાઈ ગામીત (રહે.પીઠાદરા ગામ, દાદરી ફળિયુ, તા.ડોલવણ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરની પાછળના ભાગે આવેલ પજારીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલીઓ મળી આવી હતી. બનાવ વંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500