Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ખાબદા ગામની મહિલા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા પકડાઈ

  • September 25, 2020 

સોનગઢના ઇસ્લામપુરા ટેકરા પાસેથી આજરોજ એક એકટીવા ગાડી ઉપર દારૂની હેરાફેરી કરતી એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

ઉચ્છલ તાલુકાના ખાબદા ગામના આશ્રમ ફળીયામાં રહેતી મીનાબેન દિનેશભાઈ વળવી (ઉ.વ.36) ની પોતાની કબજાની હોન્ડા કંપનીની એકટીવા મોટર સાયકલ નંબર જીજે/19/એકયુ/8124 ઉપર એક ખાકી કલરનું બોક્સમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બીયર ટીન નંગ 23 જેની કિંમત રૂપિયા 23,00/- ના દારૂના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા આજરોજ સોનગઢના ઇસ્લામપુરા ટેકરા પાસેથી પકડાઈ ગઈ હતી.

 

તેની વધુ પૂછ પરછ કરતા પકડાયેલો દારૂ નવાપુર ખાતે એમડી વાઈન શોપ માંથી લઇ આવી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદ ના આધારે બીયર ટીન અને એકટીવા ગાડી મળી કુલ રૂપિયા 20,300/- નો મુદ્દામાલ કબજે કરી મીનાબેન દિનેશભાઈ વળવી વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application