Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક અડફેટે આવતાં ગંભીર ઈજાને કારને મહિલાનું સારવાર દરમિયાન મોત

  • December 04, 2023 

ગાંધીનગર શહેરના અડાલજ પાસે ગત અઠવાડિયે સર્જાયેલા અકસ્માતમાં ઘરેથી શાકભાજી લેવા માટે નીકળેલી મહિલાને બાઈક ચાલકે અડફેટે લીધી હતી અને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનો મોત થયું હતું. ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગરના અડાલજ રત્ન વાટિકા જૈન દેરાસરનાં કેમ્પસમાં રહેતાં અને ભાટની અમુલ ડેરીમાં નોકરી કરતા આનંદ ઓઘડભાઈ ટોલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતા દેરાસરમાં સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવે છે.



ગત તા.૨૭મી નવેમ્બરનાં રોજ તે ઘરે હાજર હતો. તે વખતે તેની માતા પરમાબેન અડાલજ ગામમાં શાકભાજી લેવા અને દૂધ ભરાવવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. જેની થોડીવાર વાર પછી પાડોશમાં રહેતા તારાબેને જાણ કરી હતી કે પરમાબેનને અડાલજ ઘરડાઘર શાંતી નિકેતનની સામે અકસ્માત થયો છે. જેથી તે અને તેનો મોટો ભાઈ અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં તેની માતા બેભાન અવસ્થામાં પડયા હતા. એક બાઈક ચાલક ત્યાં ઊભો હતો.



જેણે કહ્યું હતું કે બેન રોડ ક્રોસ કરી રહ્યા હતા એ વખતે મારા બાઈક સાથે અકસ્માત થયો છે. તેઓને સારવાર અર્થે લઈ જાઓ હું તમારી પાછળ આવુ છું. બાદમાં બાઈકનો ફોટો પાડી માતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. સિવિલમાં ફરજ પરના તબીબે પરમાબેનને પ્રાથમિક સારવાર આપી સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કર્યા હતા. જ્યાં રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં બેભાન અવસ્થામાં જ પરમાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે બાઈકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application