વલસાડનાં સરીગામ પાલીપાડામાં રહેતા 60 વર્ષીય સીતાબેન રાત્રે ઘરમાં સૂતેલા હતા. ત્યારે અચાનક પગમાં સાપે ડંખ મારતા પગમાં દુખાવાથી તેઓ જાગી ગયા હતા અને પરિજનોને તે અંગે જાણ કરી હતી. અસહ્ય દુખાવો સાથે તેઓ તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેઓ ધરમપુર સ્થિત સાંઇનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધરમપુરમાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મોત થયું હતું. બનાવની જાણ થતા રાત્રે સીતાબેનના ઘરે વાપી ઇમરજન્સી રેસ્ક્યુની ટીમ પહોંચી હતી. તેમના જણાવ્યા મુજબ આ સાપ અત્યંત ઝેરી સાપ માંથી એક હતો જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application