Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દારૂનાં ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

  • September 12, 2023 

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ અને તેના અનુસંધાને પેરોલ ફર્લો જમ્પ ફરારી તથા નાસતા ફરતા આરાપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખી હતી. તે અંતર્ગત ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ પકડથી દુર રહી નાસતા ફરતા આરોપી જયેશભાઇ બાલુભાઇ વસાવા (રહે.ગામ નાનાસાંજા, પંચાયત ફળીયું, તા.ઝઘડિયા, જિ.ભરૂચ)નાને ગતરોજ તા.10 મીના રોજ નાનાસાંજા ગામેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ આ ઝડપાયેલ ઇસમને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application