વાંકાનેર તાલુકાના હસનપર ગામના રહેવાસી વેપારીએ બે ઈસમો પાસેથી ૧૭.૫૦ લાખની રકમ વ્યાજે લીધી હોય જેનું મૂળ રકમ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા બાદ પણ બંને ઈસમો ધમકી આપી પરેશાન કરતા હોય જેથી પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લીધા છે.
વાંકાનેરના હસનપર ગામના રહેવાસી ઉતમભાઈ અવચરભાઈ પીપળીયાએ આરોપી ભરત ચોંડાભાઈ પરસોંડા અને સુરેશભાઈ ભલાભાઈ ડાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને ઈસમો પાસેથી ફરિયાદી વેપારીએ કુલ ૧૭.૫૦ લાખની રકમ વ્યાજે લીધી હતી જેનું તેઓએ ૩૨.૪૦ લાખ જેટલી રકમનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ બંને ઈસમો ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય જેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપી ભરત ચોંડાભાઈ પરસોંડા રહે જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશ ભલાભાઈ ડાભી રહ,ધમલપર તા.વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છેવાંકાનેર તાલુકાના હસનપર ગામના રહેવાસી વેપારીએ બે ઈસમો પાસેથી ૧૭.૫૦ લાખની રકમ વ્યાજે લીધી હોય જેનું મૂળ રકમ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા બાદ પણ બંને ઈસમો ધમકી આપી પરેશાન કરતા હોય જેથી પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લીધા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500