તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ૧૫૬ સીટ પર ઐતિહાસિક જીત હાસિલ કરવા બદલ સુરતના જવેલર્સ દ્વારા વડાપ્રધાનની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ ૧૫૬ ગ્રામ ગોલ્ડમાં તૈયાર કરાઈ છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ૧૫૬ સીટ પર જીત મેળવી છે. જેનાથી પ્રેરાઈને સુરત શહેરમાં એક જ્વેલરી મેકિંગ કંપની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫૬ ગ્રામ સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ બનાવવામાં ૨૦ થી ૨૫ લોકોની ટીમે ૩ મહિના સુધી મહેનત કરી હતી અને આ મૂર્તિને ૧૮ કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત અંદાજીત રૂ.૧૧ લાખ છે.
આ અંગે જવેલર્સ સંદીપ જૈને કહ્યું કે, આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, અને હિંદુસ્તાનમાં લોકોને ગોલ્ડ પ્રત્યે ઘણો લગાવ છે. પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા માટે શબ્દો ઓછા પડે છે. લોકોની પીએમ પ્રત્યે પણ લાગણી અને ભાવના ગોલ્ડ જેવી જ છે આજ કારણ છે કે અમે પીએમ મોદીની પ્રતિમા સોનામાં તૈયાર કરી છે.આ અંગે જવેલર્સ બસંત વ્હોરાએ કહ્યું કે , અમારી ઘણા સમયથી ઈચ્છા હતી કે પીએમ નરેન્દ્ર મોદીની મૂર્તિ ગોલ્ડમાં બનાવીએ. આ મૂર્તિને હૂબહુ પીએમ મોદી જેવી તૈયાર કરવામાં આવી છે. પીએમ જેવી આંખો, ચહેરો, ચશ્માં બધું જ હુબહુ રીતે બનાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500