માંડવી તાલુકામાં બિસ્માર થયેલા રસ્તાઓ બાબતે આજે માંડવી કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.ધારાસભ્ય આનંદ ચૌધરી કાર્યકરો સાથે હાજર રહીને ખાડા પડેલ જગ્યા એ કમળના છોડ મૂકી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
સુરત જિલ્લામાં ફરી એકવાર ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે.ત્યારે ગામડાના માર્ગો માઠી અસર થઇ છે.કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડતા સુરત જિલ્લાના માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે, આદિવાસી વિસ્તાર ગણાતા સુરત જિલ્લાના માંડવી માંડવી ઝંખવાવ રોડ પર અનેક જગ્યાએ ખાડા નો ભરાવો થયો છે. અને મોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકો અને વાહન વ્યવહારને માઠી અસર થવા પામી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી,જેથી કોંગ્રેસ દ્વારા જે માર્ગો પર પાણીનો ભરાવો થયો છે અને ખાડા પડ્યા છે.ત્યાં કમળનું છોડ વાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરાયાની ફરિયાદો પણ કરી હતી :-આનંદ ચૌધરી...ધારાસભ્ય - માંડવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application