પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા મેળાને શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાને યાદગાર બનાવવા માટે યાત્રિકોની તમામ સુવિધાઓ,સવલતો અને સુરક્ષા જળવાય એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો દર્શનાર્થીઓ-યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ કે મુશ્કેલી ન પડે એ બાબતનું ખાસ ધ્યાન રાખી મેળામાં ચાલુ સાલે કેટલીક સુવિધાઓ પ્રથમવાર ઉપલબ્ધ બનવાઈ છે. તો યાત્રિકો તેમની યાત્રાનો થાક ભૂલી હળવાશ અને રાહત સાથે મનોરંજન મેળવે અને તેમના જાન માલની સુરક્ષા જળવાય એવા વિશિષ્ટ પ્રયાસો અને નવીન પહેલ આ વખતે મેળામાં શરૂ કરવામાં આવી છે.
આદિવાસી દીકરીઓ દ્વારા મેળાનો પ્રારંભ
ચાલુ સાલે 5 મી સપ્ટેમ્બર થી 10 મી સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મેળાના પ્રારંભની નવીન પહેલ કરતા શક્તિપીઠ અંબાજીમાં અતુલ્ય શ્રદ્ધા ધરાવતી આદિજાતિની દિકરીઓના હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application