જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાત મંદ લોકોના ચહેરા પર એક ખુશીની ચમક લાવી શકાય એ માટે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટની યુવાટીમ દ્રારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સુરત શહેરમાં ફુટપાથ પર વસતા પરિવારો માટે આ તહેવાર એક ખુશીનો દિવસ બની રહે એ માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટી મિત્રો અને ટ્રસ્ટ ના સેવાભાવી મિત્રોના સહયોગથી જુના બુટ - ચંપલ, જુના કપડા,જુના બેગ્સ,જૂની સ્ટેશનરી,જુના ચશ્માં,ઘડિયાળ,જુના ધાબળા- ધાબળી,ગોદડા,જુના ગરમ કપડા,જુના પુસ્તકો-પેન,પેન્સિલ વગેરે જેવી ચીજવસ્તુઓ વગેરેનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
આશ્રમ માં અંદાજે 20 થી 25 જેટલા માનસિક દિવ્યાંગ લોકો રહે છે અને એમની સેવાચાકરી પણ થઇ રહી છે.
તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી મિત્ર એવા કુલદીપ પટેલ,ઉપપ્રમુખ ડો.સૌરભ પટેલ અને સેવાભાવી સભ્યો એવા તન્વી પટેલ,દિપક પટેલ અને હર્ષ પટેલ દ્રારા નાસ્તો વિતરણ અને કપડાં વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત,આ આશ્રમ માં અંદાજે 20 થી 25 જેટલા માનસિક દિવ્યાંગ લોકો રહે છે અને એમની સેવાચાકરી પણ થઇ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500