8 ડિસેમ્બરે ગુરૂવારના રોજ એક અનોખી ખગોળિય ઘટના બનવાની છે. મંગળ ગ્રહ સૂર્ય-પૃથ્વીની સૌથી નજીક આવી જશે. દિવસ વધુ તેજસ્વી હશે અને આખી રાત રાતા ગ્રહની રંગીન સપાટી ટેલિસ્કોપની મદદથી જોઇ શકાશે.
ખગોળિય નિષ્ણાતોના જણાવ્યા મુજબ 8 ડિસેમ્બરે આશરે બે વર્ષના અંતરાલ બાદ બે ચંદ્રવાળા રાતા ગ્રહની અનોખી ઘટના જોવા મળશે. ત્યારે મંગળ, પૃથ્વી અને સૂર્ય ત્રણેય ગ્રહ એક લાઇનમાં આવી જશે. આ ઘટના ગુરુવારે સાંજે 6 વાગે સૂર્યાસ્તના સમયથી શરૂ થશે. ત્યારે પૂર્વમાં મંગળ ગ્રહનો ઉદય થશે અને તેની સાથે પૂર્ણિમાનો ચંદ્ર પણ દેખાશે. જેના લીધે તેને બે ચંદ્રવાળો મંગળ કહેવાય છે. આ નજારો શુક્રવારે સવારે 6 વાગે જ્યારે મંગળ પશ્ચિમમાં અસ્ત થશે,ત્યાં સુધી રહેશે.
આવી ખગોળિય ઘટના વિષે લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદ જોષીએ જણાવ્યું કે આવતી કાલે 8 ડિસેમ્બર ગુરૂવારે પૃથ્વી પછી છેલ્લે ઓકટો.2020માં ઘટના થઇ હતી બીજા ક્રમનો મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે. તેના પર આ દિવસે સૂર્યનો પ્રકાશ વધુ/સીધો પડવાને કારણે વર્ષના અન્ય સમય દિવસો કરતાં વધુ તેજસ્વી દેખાશે.
ક્લ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા 8 ડિસેમ્બરને ગુરુવારના રોજ સાંજે 7 કલાક થી 9 કલાક દરમ્યાન વિવિધ ટેલિસ્કોપ દ્વારા ફ્રીમાં તખ્તેશ્વર મંદિર ખાતેથી નિહાળવા માટેની વ્યવથા કરવામાં આવશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરમાં KRCSC સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તખ્તેશ્વર મંદિર ખાતે વિવિધ ટેલિસ્કોપો વડે નિહાળવા માટેની વ્યવસ્થા કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500