Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનગરમાં સર્વિસ રોડ પર ટ્રકથી એકટીવાને ટક્કર

  • February 05, 2023 

સોનગઢમાંથી પસાર થતો નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ટ્રકથી ટક્કર લાગતા એકટીવા ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું, જોકે આ અકસ્માતના બનાવમાં કોઈને જાન હાની પહોંચી નથી.



મળતી માહિતી અનુસાર સોનગઢ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ના સર્વિસ રોડ પર આજરોજ એક ટ્રક નંબર જીજે/૧૫/વાયવાય/૯૧૯૧ ના અડફેટે સફેદ કલરની એકટીવાને ટક્કર લાગતા એકટીવા ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું,જોતજોતામાં લોકોની ભીડ ભેગી થઇ ગઈ હતી. જોકે આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈને ઈજા કે પછી જાન હાની પહોંચી નથી.જોકે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application