Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં સાકરદા ગામે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલનું સારવાર દરમિયાન મોત

  • August 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સાકરદા ગામનાં સોનગઢ-નવાપુર હાઈવે પર ઉભેલ કન્ટેનર ટક્કર મારનાર ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ તમિલનાડુનાં સેલમ જિલ્લાનાં મનવલ ખાતે રહેતા દિનેશભાઈ પલાનીઆન્ડી (ઉ.વ.37)નાંઓ ગુરૂવારનાં રોજ રાત્રિના આશરે બારેક બગ્યાના અરસામાં પોતાના કબ્જાનો અશોક લેલન ટ્રક નંબર TN/28/BA/9924ને સોનગઢ-નવાપુર હાઈવે પર સાકરદા ગામ પાસે આવેલ ફોરેસ્ટ ચેક પોસ્ટ સામે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં રહેલ કન્ટેનર સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં ચાલક દિનેશભાઈને માથાના ભાગે, ડાબી આંખ ઉપરના ભાગે, છાતીનાં ભાગે અને બંને પગે ગંભીર ઈજા પહોંચાત તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉચ્છલ પોલીસે શુક્રવારનાં રોજ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application