નિઝરના રાયગઢ ગામ પાસે હાઇવે માર્ગ પર એક ટ્રકએ કારને ટક્કર મારતા કારમાં આગ હતી. કાર સંપૂર્ણ બળીને ખાક થઇ ગઈ હતી. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે નિઝર પોલીસે કાર ચાલકની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકાની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇ-વે પર રાયગઢ ગામની સીમમાં આવેલ બાલાજી પેટ્રોલ પંપની પાસે મંગળવારે એક ટ્રક નંબર એમએચ/18/એસી/7586 નો ચાલક પોતાના કબ્જાની ટ્રકપુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા સ્વીફ્ટ કાર નંબર એમએચ/43/વી/9078 ને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જોકે કારને ટક્કર મારી ટ્રક ચાલક પોતાની કબજાની ટ્રક લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં ટ્રકને રસ્તાની બાજુમાં ઉભી કરી ટ્રક ચાલક નાશી છુટ્યો હતો. કારમાં આગ લાગવાના કારણે જોતજોતામાં કાર સંપૂર્ણ બળીને ખાક થઇ ગઈ હતી. આ બનાવમાં કારમાં સવાર એક બાળકી સહિત પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર પરિવાર ના લોકો સુરત ખાતે લગ્ન પ્રસંગે ગયો હતો ત્યાંથી પરત ફરતા અકસ્માત થયો હતો.
બનાવ અંગે કાર ચાલક રવિન્દ્રવામન પાટીલ (ઉ.વ.45) ધંધો.ડ્રાયવિંગ રહે.ઇન્દરા નગર આમડદે,તા.ભડગાંવ,જી-જલગાંવ(મહા) નાઓએ ટ્રક ચાલક વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેમની ફરિયાદના આશરે રૂપિયા 1 લાખની કાર તેમજ ગાડીમા રાખેલ ગાડીના અસલ કાગળો તેમજ ગાડીમાં મોબાઇલ નંગ 2 જેની કિ.રૂ.10 હજાર તથા ખરીદી કરેલ સાડીઓ પણ સંપુર્ણ પણે સળગી ગયેલ જેની કિ.રૂ.10 હજાર મળી કુલ રૂપિયા 1.20 (એક લાખ વીસ હજાર) જેટલાનું નુકશાન પહોચ્યું હોવાની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500