ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરી લઇ જતી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે.
ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજ્યા છે. અહીં ટ્રક પલટી જતા અનેક લોકો નીચે દબાઇ ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી જાણકારી મુજબ ટ્રક નીચે દબાઈ જતા 6 થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
આ ટ્રકમાં ૧૨ થી ૧૪ શ્રમિકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ઈમરજન્સી સેવા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application