ઉચ્છલ તાલુકા સાકરદા ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ટાટા ટ્રક નંબર જીજે/04/એક્સ/9225 ને ઝડપી પાડી ટ્રક માં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટ્રક માંથી મળી આવેલ 8 ભેંસો અને 8 નાના પાડીયા મળી કુલ 16 પશુઓને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.
આ બનાવમાં કુલ રૂપિયા 3,88,000/-નો મુદ્દામાલ જપ્ત કરી (1) અશ્વિનભાઈ ધનજીભાઈ કોલાડરા અને (2) અશોકભાઈ દેવાભાઈ મોરી બંને રહે, તા.ઉમરાળા જી.ભાવનગર નાઓની અટક કરી ભેંસો માંગવનાર કિશોરભાઈ અશોકભાઈ ગવળી રહે, ગોકૂળ ફળિયું તા.કુકરમુંડા જી.તાપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500