Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે આદિવાસી સમૂહ લગ્નોત્સવ યોજાશે

  • May 26, 2022 

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આગામી તા.27/05/2022 નારોજ આદિવાસી સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. ગુજરાત સરકારના સાતફેરા સમૂહલગ્ન યોજનાના પ્રેરણા, અને પ્રોત્સાહનથી, શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા આ લગ્નોત્સવ આયોજિત થનાર છે. આ અગાઉ સંસ્થા દ્વારા આયોજિતસુબિર તાલુકાના મોખામાળ ખાતે 112 દંપતી, તેમજ આહવા તાલુકાના ધવલીદોડ ખાતે ડાંગના કુલ 267 દંપતી લગ્નગ્રથી જોડાયા હતા.




સને 2001થી દર વર્ષે ડાંગ જિલ્લામા આદિવાસી સમૂહ લગ્નોનુ આયોજન કરતા શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ-ધવલીદોડ આ વર્ષ બે સમૂહ લગ્ન મહોત્સવનુ સફળતા પૂર્વક આયોજન કર્યુ હતુ. ત્યારબાદ વઘઇ ખાતે આ તૃતીય લગ્નોત્સવનુ આયોજન થનાર છે. સંસ્થા પ્રમુખ રમેશભાઈ ગાંગોર્ડાના જણાવ્યા અનુસાર, કોરોનાના બે વર્ષોના વિરામ બાદ આ વર્ષે લગ્ન ઉત્સુક દંપતિઓની સંખ્યા વધુ હોવાથી, શ્રેણીબદ્ધ રીતે જિલ્લાના ત્રણેય તાલુકાઓમા આદિવાસી સમૂહ લગ્નોનુ આયોજન કરાયુ છે. જે મુજબ આ વર્ષના પ્રથમ સમૂહ લગ્ન સુબીર તાલુકાના મોખામાળ ગામે આયોજિત કરાયા હતા.




જેમા 112 દંપતીઓએ લાભ લીધો હતો. ત્યારબાદ આહવા તાલુકાના ધવલીદોડ ગામે આયોજિત સમુહ લગ્ન માટે 267 દંપતી લગ્નગ્રંથિથી જોડાયા હતાં. સને 2001થી શરૂ કરેલી આદિવાસી સમુહ લગ્નોત્સવના આ સામાજિક યજ્ઞકાર્યમા અત્યાર સુધી કુલ 10 હજાર 500 દંપતી (21 હજાર લાભાર્થીઓ) લાભ લઈ ચૂક્યા છે, તેમ પણ રમેશભાઈએ વધુમા જણાવ્યુ હતુ.




ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમા ભાગ લેતા દંપતિઓને સંસ્થા દ્વારા કપડા, વાસણ, ભોજન, મંડપ, ડી.જે., વરઘોડો, પૂજાપો, તથા ગોર મહારાજની સેવા વિનામુલ્યે પૂરી પાડવામા આવે છે. સાથે જો કોઈ દિવ્યાંગ લાભાર્થી હોય તો વ્યક્તિગત રૂપિયા પચાસ હજાર, અને દિવ્યાંગ દંપતી હોય તો એક લાખ રૂપિયાની સહાય, રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ મારફત અપાવવામા આવે છે. જ્યારે અન્ય લાભાર્થીઓને દંપતી દીઠ રૂપિયા બાર હજારની સહાય આદિજાતિ વિકાસ વિભાગમાથી અપાવવામા આવે છે. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application