Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કણજીગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

  • June 29, 2021 

સોનગઢના કણજી ગામની પ્રાથમિક શાળામાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

 

સોનગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી-તાલુકા આદિજાતિ મોરચા આયોજીત સોનગઢના કણજી ગામની પ્રાથમિક શાળામાં મંગળવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સોનગઢ તાલુકાના ઉપપ્રમુખ રવીન્દ્રભાઈ દુબે (પીન્ટુભાઈ), આદિજાતિ મોરચાના પ્રમુખ કાંતિલાલભાઈ ગામીત,ભરતભાઈ ગામીત, દિલીપભાઈ ગામીત, તેમજ પ્રદેશ મહિલા મંત્રી કૈલાસબેન, ગોપાલપુરા તાલુકા પંચાયત સીટના સભ્ય જયનાબેન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

સોનગઢ તાલુકાના દક્ષીણ વિસ્તારના ઉપપ્રમુખ રવીન્દ્રભાઈ દુબેએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ દ્વારા સમાજમાં પર્યાવરણની જાણવણી તથા વૃક્ષોનું જતન કરવાથી માનવજીવનને અનેક લાભો થાય છે. જેથી તેને રોપી તેનું જતન પાછળ ખાસ ધ્યાન રાખવું પડશે અને તેની માટે કટિબદ્ધ રહેવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application