Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગનાં શિંગાણાની માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

  • July 27, 2023 

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, શિંગાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. શાળા આચાર્ય શ્રી હિતેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે શાળાના ક્લાર્ક શ્રી તરુણભાઈના જન્મદિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા તેમને "વૃક્ષની ભેટ "આપીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી દ્વારા "વૃક્ષારોપણ કાર્યક્રમ" અંતર્ગત "વૃક્ષ મહિમા" રજૂ કરવા સાથે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના જુનિયર ક્લાર્ક શ્રી તરુણસિંહ પરમારના જન્મ દિવસ નિમિત્તે શાળા પરિસરમાં ૨૨૮ વિદ્યાર્થીઓ તથા ૧૦ કર્મચારી મળી કુલ ૨૩૮ બાળવૃક્ષનું વાવેતર કરાયુ છે તેમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ અવસરે દરેક કર્મચારી તથા વિદ્યાર્થીઓએ પોતે વાવેલ છોડની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application