Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં ઝાડ તૂટી રિક્ષા પર પડતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું

  • July 01, 2024 

સુરતનાં વરાછા વિસ્તારમાં એક ઝાડ તૂટીને રિક્ષા પર પડતા રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જયારે બીજી બાજુ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જયારે વિશાળકાય ઝાડ પડતા રિક્ષાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. સુરત શહેરમાં વહેલી સવારથી શોર્ટ સર્કિટ તેમજ ઝાડ પડવાના 30 જેટલા કોલ સુરત શહેરમાં વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


મળતી માહિતી મુજબ વરાછા ફૂલ માર્કેટ પાસે એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું હતું. વિશાળકાય ઝાડ તૂટીને ત્યાં રહેલી રિક્ષા પર પડ્યું હતું. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વૃક્ષ તૂટીને રિક્ષા પર પડતા તેમાં સવાર રિક્ષા ચાલકને ગંભીર હતું. પ્રાથમિક તપાસમાં રિક્ષા ચાલક સલાબતપુરા ઉમરવાડા ટેકરા વિસ્તારના રહેવાસી હનીફ શૈખ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રિક્ષા ચાલકનાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. ફાયર વિભાગે ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application