Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડાનાં ગેગડીયા ગામે યુવક પર ઝાડ પડતા સારવાર દરમિયાન મોત

  • August 24, 2023 

નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં ગેગડીયા ગામ પાસે બાઈક લઈને જતા યુવાન પર ઝાડ પડતા તેનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શૈલેષ જશવંતભાઇ બારીયા (ઉ.વ.25, રહે. ગોલાતલાવડી તા.તિલકવાડા) સવારે ગેગડીયા નજીકથી બાઇક ઉપર પસાર થતો હતો. તે દરમિયાન ઝાડ પડતા તેમના માથાનાં ભાગે ઇજા થતા તેમને અવધુત હોસ્પીટલ વડોદરા ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News