સુરત જિલ્લા સહિત બારડોલીમાં તૌકતે વાવઝોડાને કારણે આખી રાત પવન સાથે વરસાદ પડ્યો હતો અને સવારે પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેતા જન જીવન પર અસર થઈ હતી. બારડોલીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો પડવાના બનાવો નોંધાયા હતા.
ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ ઉપરથી પસાર થતી એક કાર પર અચાનક એક વૃક્ષ પડ્યું હતું. વૃક્ષ પડતા જ વિજતાર પણ તૂટી પડ્યા હતા. જોકે, વીજપુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. કાર પર વૃક્ષ પડવાથી આજુબાજુના લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને કારમાં સવાર દંપતીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application