Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્ટ પફોર્મીગ સેન્ટર અડાજણ ખાતે જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ હોટેલ એસોસિયેશનની મિલેટ્સ જાગૃતી અંગેની તાલીમ યોજાઈ

  • July 21, 2023 

ફુડ ડાઈટિશિયન રીમા રાવ સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૨૦૨૩ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'ના રૂપમાં ઉજવી રહ્યું છે. મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગ રૂપે અડાજણના પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન દ્વારા હોટેલ્સ-રેસ્ટોરન્ટ એસોસિયેશન સાથે દૈનિક વપરાશમાં મિલે્ટસનો વપરાશ વધે તથા ફૂડ કેટરિંગ માલિકોને જનરલ કિચન હાઈજિનની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સુરતના ૧૭૦થી વધુ હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સના માલિકો-કર્મચારીઓ તાલીમ મેળવી હતી. ફ્રુડ ડાઈટિશિયન રીમા દેસાઈ રાવે ખાવાના શોખિન સુરતીઓ દર અઠવાડિયે નવી નવી વાનગી આરોગતા હોય છે. ત્યારે હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો પોતાના મેન્યુમાં મિલેટ્સની સ્વાદિષ્ઠ વાનગી ઉમેરે એવો આગ્રહ કર્યો હતો. મિલેટ્સ ફેસ્ટિવલ થકી ફૂડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટાન્ડર્ડ, ફૂડ ચેઇનના તમામ વ્યવસાયો માટે ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ચોક્કસ માપદંડો અને પાયાની આવશ્યકતાઓ સુરતીઓને નવી નવી વાનગીઓનો સ્વાદ માણવા મળે તે માટે હોટેલ્સ-રેસ્ટોરન્ટ માલિકોએ આયોજન કરવું જોઈએ.



ગ્રાહકો ને જે જોઈએ તે આપણે પિરસીએ છીએ. મિલેટ્સ કુપોષણ દૂર કરવાથી માંડીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે. બિમારી સાથે મિલેટ્સનું અનોખુ સંયોગ જોડાયેલું છે. મિલેટ્સમાં પૂરતા પ્રમાણમાં હેલ્થી ન્યુટ્રીશન રહેલા હોય છે. ઘઉં અને ચોખાની સરખામણીએ મિલેટ્સ ક્રૉપમાં પાણીની જરૂર ખૂબ ઓછી પડે છે. સમગ્ર એશિયાના ઘઉ, ચોખા અને મકાઈ મુખ્ય ધાન્ય પાકો ગણાય છે. ડાયટ ડાર્યવર્સિટી આપણા દેશને હેલ્થી બનાવશે. વધુમાં રાવે કહ્યું કે, કુપોષણથી માંડીને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ સામે લડી રહેલી દુનિયામાં આ દિવસોમાં જાડાં ધાન્યને સુપરફૂડ કહેવામાં આવી રહ્યા છે. સૂપરફૂડનો મતલબ એ ખાદ્યસામગ્રીઓ જેમાં પોષકતત્ત્વો અપેક્ષા કરતાં વધારે હોય. જાડાં ધાન્યને પણ એવા જ પાકમાંથી એક ગણવામાં આવે છે.



તેમાં જુવાર, બાજરો, રાગી, સાંબા, કંગની, ચીના, કોદો, કુટકી અને કુટ્ટૂ જેવા પાક આવે છે. આ પાકોમાં ઘઉં અને ચોખાની સરખામણીએ સોલ્યુબલ ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. આ અવસરે ફ્રુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મદદનીશ નિયામક (ટેકનિકલ) સુકન્યા પોંડુગલે હોટેલ્સ-રેસ્ટોરન્ટ અને કેટરિંગના નિયમિત મેનૂમાં 'બાજરી આધારિત રેસિપી'નો સમાવેશ કરવા માટે હાકલ કરી હતી. સાથે જ ગ્રાહકોને પોષણયુક્ત મિલેટ્સમાં બાજરી, રાંગી, મકાઈ સહિતના ધાન્યો વિશે જાગૃતિ ફેલાવવા અને બાજરીમાંથી બનેલી વિવિધ પ્રકારની વાનગીઓનો વપરાશ વધારવા અને તેને આપણા રોજિંદા આહાર, શાકભાજી અને શાકભાજીના અન્ય નિયમિત આહારમાં કેવી રીતે સમાવિષ્ટ કરી શકાય. દૂધ અને દૂધ ઉત્પાદન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ માલિકોને મિલેટ્સનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.



જીપીસીબીના આશિસ્ટન્ટ એન્જીનિયર હૂઝેફા લોખંડવાલાએ હોટેલ્સ-રેસ્ટોરન્ટના રસોડા વિસ્તારની અંદર પ્રદૂષણ નિયંત્રણ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, હોટેલ્સ-રેસ્ટોરન્ટના કિચનને દરરોજ સાફસફાઈ કરવી જોઈએ. ખોરાકની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે, ખોરાકને સ્વચ્છ રાખવાની સાથે કાચા અને રાંધેલા ખોરાકને એક સાથે ન રાખવા, ખોરાકને સારી રીતે રાંધવા, સલામત તાપમાને સ્વચ્છ પાણીમાં રાખવા આગ્રહ કર્યો હતો. બિન જરૂરી સાધનો રાખવા ન જોઈએ. ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ચોક્કસ માપદંડો અને પાયાની આવશ્યકતાઓ પાલન કરવું જોઈએ. સાથે વેસ્ટ શાકભાજીનો યોગ્ય રીતે નિયમિત નિકાલ કરવા તથા રસોડામાં કામ કરતા તમામે હેન્ડ હાઈજિન માટે સમયાંતરે હાથ સાફ કરતા રહેવા આગ્રહ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application