Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં 9માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત તાલીમ શિબિર અને યોગ રેલી યોજાઈ

  • May 25, 2023 

સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નવસારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૩નાં રોજ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ રેલીનું આયોજન સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા સ્કુલ, નવસારીનાં સહયોગથી કરવામાં આવ્યુ હતું. જનમાનસમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય અને યોગને લોકો પોતાના જીવનનો હિસ્સો બનાવે તેવા આશય સાથે જિલ્લાના અંદાજિત ૮૬૭ જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.






આ યોગ રેલી સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા સ્કુલ, નવસારી ખાતેથી નીકળી દાબુ હોસ્ટેલ, ગાર્ડા કોલેજ, ચાંદની ચોકથી નગરપાલિકા નવસારી, પ્રજાપતિ આશ્રમ, સયાજી લાયબ્રેરી, ટાવર, થઈ પરત સર સીજેએનઝેડ મદ્રેસા સ્કુલ, નવસારી ખાતે સમાપન માટે પહોંચી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, જિલ્લા રમત ગમત અધિકારી, ગુજરાત રાજય યોગ બોર્ડ દક્ષિણ ગુજરાત ઝોન કો ઓર્ડીનેટર, સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કુલ નવસારીના આચાર્ય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર તલાટી તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application