Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.99.500 તફડાવ્યા

  • May 27, 2023 

પીપલોદમાં રહેતા ઓ.એન.જી.સી કંપનીના આસીસ્ટન્ટ સ્ટેનોગ્રાફરને કુરીયરની ડિલીવરી માટે સરનામું અપડેટ માટે રૂ. 5 ટ્રાન્સફર કરવા લીંક મોકલાવી મોબાઇલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.99.500 તફડાવી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.



મળતી માહિતી મુજબ હજીરા સ્થિત ઓ.એન.જી.સી કંપનીમાં આસીસ્ટન્ટ સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરતી એસ. વિજયા રામક્રિષ્નન (ઉ.વ. 50 રહે. પ્રગતિનગર એપાર્ટમેન્ટ, પીપલોદ અને મૂળ. અન્નાનગર, ટ્રીચીય તામિલનાડુ) નું ગત 5 એપ્રિલે વતનથી કુરીયર આવવાનું હતું. જેથી ગુગલ પર સર્ચ કરી પ્રોફેસલ કુરીયરનો કસ્ટમર કેર નંબર સર્ચ કરી તેના પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે હીન્દીમાં વાત કરતા કહ્યું હતું કે તમારૂ કુરીયરનું સ્ટેટસ પેન્ડીંગ છે, તમે મારા એકાઉન્ટમાં રૂ. 5 જમા કરાવો એટલે હું તમારા સરનામું અપડેટ કરી દઇશ એટલે તમને ડિલીવરી મળી જશે. ત્યાર બાદ કોલ કરનારે મોકલાવી લીંક ઓપન કરી એસ. વિજયાએ તેમાં જણાવેલા મખનસીંગના રેફરન્સ નંબર ઉપર એસ.બી. આઇના એકાઉન્ટમાંથી રૂ. 5 ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બીજા દિવસે પણ કુરીયરની ડિલીવરી મળી ન હતી અને એસ.બી.આઇ બેંકના એકાઉન્ટમાંથી અલગ-અલગ રકમના ત્રણ ટ્રાન્જેક્શન થકી કુલ રૂ.99,500 ઉપાડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application