Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈના પાથરડામાં ઈજનેરના મકાન માંથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૩ હજારની મત્તાની ચોરી

  • November 09, 2021 

ઉકાઈના પાથરડામાં આવેલ ઈજનેરના સરકારી બંગલામાંથી રોકડ રકમ, સ્ટીલના વાસણો, ઓઢવાનું બ્લેન્કેટ, સાડી સહિત કુલ રૂપિયા ૩૩ હજારની મત્તાની ચોરી કરી ટીવી તોડી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

 

ટી.વી.કોઈક વસ્તુથી તોડી નુકશાન કરી ચોરટાઓ નાશી છુટ્યા હતા

મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઉકાઈ-પાથરડા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર પાછળ O/B બંગલા નં- ૬૩, ૨૪ માંથી ગત તારીખ ૦૪/૧૧/૨૦૨૧ થી  તા.૦૫/૧૧/૨૦૨૧ દરમિયાન કોઈ અજાણ્યા ચોરટાઓએ બંગલાના દરવાજાને કોઇક વસ્તુથી તોડી ઘરમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં મુકેલ ૫૦૦ ના દરની ૪૦ ચલણી નોટો રૂ- ૨૦,૦૦૦/- તથા નાના છોકરાની બચત ડબ્બામાં મુકેલ અલગ અલગ દરની ચલણી નોટો/સિક્કા રૂ-૮૦૦, ઓઢવાની ચાદર નંગ-૫ રૂ-૫૦૦, ઓઢવાનું બ્લેન્કેટ નંગ-૨ રૂ-૧૦૦૦,સાડી નંગ-૫ રૂ-૨૫૦૦, લેઝર ડિનરસેટ ૫૨ પીસનો રૂ-૫૦૦૦, પાણીની થર્મસ બોટલ ૧ લિટર વાળી નંગ-૧ રૂ-૫૦૦, સ્ટીલના ડબ્બાનો સેટ તેમજ ૪ નંગ નાની મોટી તપેલી તેમજ સ્ટીલના વાસણો,જેમા થાળી, વાટકા,ગ્લાસની કિ..રૂ- ૧૫૦૦, ટાટા સ્કાય કંપનીનું સેટઅપ બોક્ષ રૂ-૧૨૦૦ મળી કુલ્લે કી.રૂ- ૩૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તેમજ INTEX કંપનીનું LED ટી.વી.કોઈક વસ્તુથી તોડી કે પગથી છુદી નાખી કિ.રૂ- ૯૫૦૦/- નું નુકશાન કરી ચોરટાઓ નાશી છુટ્યા હતા.

 

 

 

 

બનાવ અંગે સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર સંદિપસિંહ રામનરેશસિંહ રાજપુતએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે તા.૮મી નવેમ્બર નારોજ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (ફોટો-કલ્પેશભાઈ વાઘમારે,ઉકાઈ)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application