આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ રાજયભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો જેમાં ભરૂચ, સુરત, બારડોલી, નવસારી અને વલસાડ સંસદીય બેઠક મળીને કુલ ૮,૫૫૬ મતદાન મથકો અને પુરક મતદાન મથકો સ્થાપિત કરાશે. વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો, એક- એક મોડેલ મતદાન મથકો અને જે તે જિલ્લામાં એક યુવા મતદાનમથકો ઉભા કરાશે. જેમાં સુરત સંસદીય બેઠકમાં સમાવિષ્ટ ઓલપાડ વિધાનસભા, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ, સુરત પશ્વિમ મળીને કુલ ૧૬૪૮ મતદાન મથકો સ્થાપિત કરાશે છે. જેમાં ૧૨ પુરક મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે.
બારડોલી સંસદીય બેઠકમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવાના મતદાન મથકો મળીને કુલ ૧૫૮૫ મતદાન મથકો સ્થાપિત છે. જેમાં ૨૪ પુરક મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે દક્ષિણ ગુજરાતની નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ શહેરી વિસ્તારમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી તેમજ ગ્રામ્ય વિસ્તારના જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા મળીને કુલ ૨,૦૭૪ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે.
ભરૂચ સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મુજબ મતદાન મથકો સ્થાપિત કરાશે. જેમાં કરજણમાં ૨૩૯ મથકો, દેડીયાપાડા ૩૧૩ મથકો, જંબુસરમાં ૨૭૨ મથકો, વાગરામાં ૨૪૯ મથકો, ઝઘડીયામાં ૩૧૩ મથકો, ભરૂચમાં ૨૬૦ મથકો, અંકલેશ્વરમાં ૨૪૭ મળીને કુલ ૧૮૯૩ મતદાન મથકો મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે.વલસાડ સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મુજબ મતદાન મથકો સ્થાપિત કરાશે. જેમાં ધરમપુર ૨૭૮ મથકો, વલસાડમાં ૨૬૬ મથકો, પારડીમાં ૨૪૩ મથકો, કપરાડામાં ૨૯૮ મથકો અને ઉમરગામમાં ૨૭૧ મથકો મળીને કુલ ૧૩૫૬ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500