Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર જિલ્લામાં ‘બિપોરજોય’ વાવાઝોડાને કારણે છેલ્લા બે દિવસમાં કુલ ૭૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા

  • June 17, 2023 

‘બિપોરજોય’ વાવાઝોડું આવવાની દરેક સંભાવનાને લઇને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. સાવચેતી અને તકેદારીનાં પગલા લેવામાં આવવાને કારણે ગાંધીનગર જિલ્લામાં કોઇ જાનહાનીનાં સમાચાર નથી પરંતુ સૌથી વધુ નિકશના વનરાજીને થઇ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ ૭૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. જેને વનવિભાગ તથા કોર્પોરેશનની ટીમ દ્વારા સત્વરે રોડથી દૂર કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર સતત ખડેપગે રહ્યું છે.


બિપોરજોય વાવાઝોડાની અસર ગાંધીનગર જિલ્લામાં પણ જોવા મળી છે ગુરૂવાર રાતથી શુક્રવાર સવાર સુધીમાં જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વંટોળને લીધે જિલ્લામાં કેટલીક જગ્યાએ વૃક્ષો નમી ગયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ૮, દહેગામમાં ૫, માણસામાં ૨ અને ગાંધીનગર તાલુકામાં ૧૩ વૃક્ષો સહિત કુલ ૨૮ વૃક્ષો ધરાશાયી થવાની વિગત જિલ્લા વન સંરક્ષક ચંદ્રેશ શાન્દ્રેએે જણાવી હતી. બપોર બાદ પણ વૃક્ષો પડવાનો સિલસિલો શરૃ કર્યો હતો અને વધુ ૧૬ જેટલા વૃક્ષો પડયા હોવાના કોલ મળ્યા હતા તો કોર્પોરેશનને પણ વધુ ૨૮ જેટલા ટ્રી ફોલીંગના કોલ આવ્યા હતા.


જિલ્લા વન વિભાગ તથા કોર્પોરેશનની ટીમ દ્વારા આ વૃક્ષોને સત્વરે જે તે સ્થળથી ઉઠાવી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ વન વિભાગ તરફથી બિપોરજોય વાવાઝોડામાં કે સમગ્ર ચોમાસા દરમ્યાન જિલ્લામાં કોઇપણ સ્થળ ખાતે જોખમી ઝાડ હોય કે ઝાડ માર્ગ કે અન્ય જગ્યાએ ધરાશાયી થાય તો તે અંગેની જાણ જિલ્લાનાં નાગરિકો સરળતાથી કરી શકે તે માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૨૬ છે. તેની સાથે મોબાઇલ નંબર કંટ્રોલ રૂમનો ૯૪૮૪૮ ૭૬૪૫૧ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News