ચૂંટણી પહેલાં પાટણ જિલ્લામાં એકસાથે 72 તલાટીની બદલી 123 જગ્યા ખાલી પાટણ જિલ્લામાં એકસાથે 72 તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરી છે,જેમાં મોટાભાગે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ ગામમાં ફરજ બજાવતા હોય તેવા તલાટીઓની બદલી કરી છે.
આ ઉપરાંત વધુ વસ્તી ધરાવતા મોટા ગામોમાં તલાટીઓની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે,તલાટીઓ ઉપરાંત 9 નાયબ ચીટનીશ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની બદલી કરી છે,પાટણ જિલ્લામાં 347 તલાટી કમ મંત્રીઓની જગ્યાઓ મંજૂર થયેલી છે,જેમાં 224 જગ્યા ભરાયેલી છે અને 123 જગ્યા ખાલી છે 36 ટકા જગ્યાઓ ખાલી પડી છે,જાહેર વહીવટના હિતમાં સ્વવિનંતીથી અને વહીવટી સરળતા ખાતર એકસાથે 72 તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકીએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીને પગલે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓની બદલી કરી છે પરંતુ તેમની તાલુકાની અંદર જ આંતરિક બદલી કરી છે,જેમાં મોટા ગામોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો પ્રયાસ કરાયો છે,આ ઉપરાંત આશરે 20 જેટલા તલાટીઓની સ્વ વિનંતીથી બદલી કરી છે,અગાઉ જે તલાટીઓની બદલી કરી હતી તે પાંચ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા તલાટીઓની બદલી કરાઈ હતી તેમની બદલી તાલુકા બહાર કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500