Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૬૪૨૦ વિધાર્થીઓ પૂરક પરીક્ષામાં બેસશે

  • July 08, 2023 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ-૧૦ અને એચ.એસ.સી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા-૨૦૨૩ આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૩થી તારીખ ૧૪-૦૭-૨૦૨૩ સુધી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક દરમિયાન સવાર અને બપોર એમ બે સેશનમાં રાખવામાં આવેલ છે. ધો.૧૦માં ૧૧૮ બ્લોકમાં ૩૫૪૦ વિધાર્થીઓ, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૭ બ્લોકમાં ૫૪૦ વિધાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૮ બ્લોકમાં ૨,૩૪૦ વિધાર્થીઓ મળીને કુલ ૬,૪૨૦ વિદ્યાર્થીઓ કુલ ૨૨૩ બ્લોકમાં ૨૨ બિલ્ડિંગ ખાતે પૂરક પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે.



ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમનો ટેલિફોન નંબર:૦૨૬૪૨-૨૪૦૪૨૪ પર પરીક્ષાના સમયગાળામાં સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રીના ૨૦:૦૦ કલાક દરમ્યાન કાર્યરત રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલ દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે સુચારુ રૂપે પરીક્ષા યોજાય તથા સતર્કતા સાથે નિષ્ઠા દ્વારા કાર્ય સંપૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં પરીક્ષા સમિતિના પધાધિકારીઓ/સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News