આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે ડાંગ દરબાર હોલ, આહવા ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યની થીમ આધારિત વીજળી મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.
વિધુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આયોજીત આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, આજનો આ કાર્યક્રમ( ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય) જે આપણા જીવન સાથે વણાયેલો છે. આપણે ઉજ્જવળ ભારતના ભવિષ્યની વાત કરી રહ્યા છે. ઉર્જા વિભાગ દ્વારા ડાંગની પ્રજાને સંતોષકારક કામગીરી પુરી પાડવામા આવી છે. ડાંગ જિલ્લામા વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી જેમા વિધુત વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવી તન, મન, ધનથી ત્વરિત કામગીરી કરવામા આવી હતી. જે સરાહનીય કામગીરી છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદીના દીર્ઘ દ્રષ્ટિથી ગામડાઓમા સૌર ઉર્જાની શરૂઆત કરવામા આવી. જેથી વીજળીની બચત થઈ શકે. વીજળીની બચત કરવાની જવાબદારી આપણા સૌ ની છે.
આ પ્રંસગે ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા હાલમા 24 કલાક વીજળી મળી રહે છે. જે આમુલ પરિવર્તન શ્રી નરેદ્રભાઈના દીર્ઘ દ્રષ્ટિના કારણે જોઈ શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લામા જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરી.વર્ષો પહેલા ડાંગ જેવા જંગલ વિસ્તારમા લાઈટ જાય, જે ક્યારે આવે એની ગેરેન્ટી નહિ હતી. તે સમયે દરેકના ઘરમા ચીમની, ફાનસ, દીવો વગેરે રાખવુ પડતુ હતુ. પરંતુ હવે સરકારના અથાગ પ્રયાસોના કારણે લાઈટ તરત જ આવી જશે એવો આત્મવિશ્વાસ કેળવાયો છે. સરકારએ દરેક ગામડાઓમા ઘરેઘરે વીજળી પહોંચાડવાનુ કામ કર્યું છે.
આહવા ખાતે યોજાયેલ વીજળી મહોત્સવ કાર્યક્રમમા વીજ જોડાણના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. તેમજ વીજ વિભાગની સિદ્ધિઓને નુક્ક્ડ નાટક દ્વારા રજૂ કરવામા આવી હતી. આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પાવરી નૃત્ય રજૂ કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500