દેશમાં કોરોનાનાં નવા 3,688 કેસ નોંધાયા હતા જયારે વધુ 50નાં મોત સાથે કુલ મૃત્યુ આંક 5.23 લાખથી વધુ થયો હતો. દેશભરમાં સૌથી વધુ 5 હજાર એક્ટિવ કેસ દિલ્હીમાં છે. દેશમાં એક્ટિવ કેસ 18 હજારને પાર પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 3,688 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ 4,30,75,864 થયા છે. વધુ 50 દર્દીઓનાં મોત થતાં મૃત્યુઆંક વધીને 5,23,803 થયો છે. દિલ્હીમાં સૌથી વધુ 1607 નવા કેસ જોવા મળ્યા હતા. દિલ્હીમાં જ એક્ટિવ કેસ સૌથી વધુ 5 હજાર જેટલા છે. દેશમાં એક્ટિવ કેસ 18 હજાર કરતાં વધુ છે.
સરકારી આંકડાં પ્રમાણે 2755 લોકો સાજા થઈને ઘરે ગયા હતા. કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે અને અનેક શહેરોમાં નવો મ્યુટેન્ટ મળી રહ્યો હોવાથી ચિંતામાં વધારો થયો છે. આઈઆઈટી મદ્રાસમાં વધુ 13ને રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આઈઆઈટી મદ્રાસમાં કુલ 196 લોકોને કોરોના થયો છે. આઈઆઈટી મદ્રાસમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દોડધામ મચી ગઈ છે.
દરમિયાન અમેરિકામાં 6 માસથી 5 વર્ષના બાળકોને વેક્સિન મળે તે માટેના પ્રયાસો શરૃ થયા છે. ફાઈઝર અને મોર્ડનાએ અમેરિકન સરકારને સમીક્ષા માટે અહેવાલ રજૂ કર્યો છે. જો અમેરિકાની પેનલ મંજૂરી આપશે તો બાળકોનું વેક્સિનેશન પણ ટૂંક સમયમાં શરૃ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500