Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કુલ 264 બિલ્ડીંગના ધારકોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસ આપવામાં આવી

  • June 21, 2024 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા ફરી એક વાર એક્શનમાં આવી છે, ત્યારે મન. પા. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી 44 જેટલી સરકારી કચેરીઓ તથા અન્ય મળી કુલ 264 બિલ્ડીંગના ધારકોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસો ફટકારવામાં આવી છે. આવા એકમ ધારકોને દિવસ 15 ની મુદત પણ આપવામાં આવી છે અને જો 15 દિવસની અંદર ફાયર સેફ્ટી સહિતના સાધનો કાયદા મુજબ લગાવવામાં નહીં આવે અને બીયુ પરમિશન લેવામાં નહીં આવે તો સીલ સહિત દંડાત્મક કાર્યવાહી માટે મિલકત ધારકોને નોટિસ ફટકરવામાં આવી છે.


સમગ્ર રાજ્યમાં ફાયર બ્રિગેડને આદેશો આપવામાં આવ્યા છે કે તમામ પ્રકારના વ્યવસાયિક એકમો સાથોસાથ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની પૂર્તિ સુવિધાઓ તથા જીવન રક્ષક સાધનો હાજર હોવા જરૂરી છે. જેના કારણે છેલ્લા એકાદ માસથી અલગ અલગ શહેરો તથા મહાનગરોમાં ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ સહિતની ધનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે જેના અન્વયે ભાવનગર શહેરમાં આજ સુધીમાં સેંકડો વ્યવસાયી એકમો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય કોમર્શિયલ બિલ્ડીંગોને સીલ સહિતની કામગીરી કરવામાં આવી છે.


ત્યારે તાજેતરમાં ફાયર બ્રિગેડ દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરી 44 જેટલી સરકારી કચેરીઓને નોટિસ ફટ કરવામાં આવી છે આ કચેરીઓમાં યુનિવર્સિટી બહુમાળી ભવન સહિતના સરકારી એકમો પણ સામેલ છે જેના હોદ્દેદારોને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ ફટકારી 15 દિવસની મુદત આપવામાં આવી છે અને આ પંદર દિવસમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો વસાવી લેવા સાથે આપાતકાલીન સમયે જરૂરી એવા બચાવના માધ્યમો સ્ટેન્ડ ટુ રાખવા આદેશ કર્યો છે એ સાથે શહેરમાં વિવિધ દુકાનો તથા અન્ય એકમો મળી સરકારી તથા બિનસરકારી મળી કુલ 264 જેટલી મિલકતોના આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે સાથે ફાયર બ્રિગેડ દ્વારા હાલના સમયે પણ અલગ અલગ પાસાઓ પર ડ્રાઇવ કામગીરી તો ચાલુ જ રાખી છે જેમાં ભૂલકાઓ વિદ્યાર્થીઓનું પરિવહન કરતા વાહનોનું ચેકિંગ તેમજ ઓફિસો દુકાનો જ્ઞાતિની વાડીઓ સહિતના એકમોમાં ફાયર સેફ્ટી અંગેના પર્યાપ્ત સવલતો માધ્યમો ઉપલબ્ધ છે કે કેમ તે અંગેની બારીકાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ આ કામગીરીનો વેપારી વર્ગ તથા મિલકત ધારકોએ પ્રારંભિક તબક્કામાં વિરોધ કર્યો હતો અને કમિશનર કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત તથા ગાંધીનગર ખાતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.



હવે સરકારી તંત્ર અને અધિકારીઓ નિયમોનું કડકાઈ પૂર્વક પાલન કરાવવામાં કોઈ પણ જગ્યાએ હસતાક્ષેપ કરવાનું ઉચિત નથી માની રહ્યા ત્યારે મિલકત ધારકો અને વ્યવસાયકારો દ્વારા ફાયર સેફટી બીયુ પરમિશન અંગેના નિયમો સહિતની તલસ્પર્શી માહિતી મેળવી વહેલામાં વહેલી તકે ફાયર સેફટી અને બીયુ પરમિશન લેવા માટે ભારે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય આથી કમિશનર કલેકટર સહિતના અધિકારીઓએ આવી કચેરીઓના હોદ્દેદારોને વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કડક આદેશો કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News