સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભામાં એક એક મતદાન મથક મળીને કુલ 16 દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. જયાં પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને તમામ પોલીસ સ્ટાફ દિવ્યાંગ અધિકારી કે કર્મચારીઓ જ ફરજ બજાવશે. સુરત જિલ્લામાં 47 લાખ મતદારોમાંથી વધુને વધુ મતદારો મતદાન કરવા માટે આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા એક પછી એક નવતર પ્રયાસો કરી રહ્યુ છે. એકબાજુ ફકત મહિલા સંચાલિત સખી મતદાન મથકો બનાવાશે. બીજી તરફ ઇકો ફેન્ડલી મતદાન મથકો પણ બનાવાશે.
તો આ વખતે ઇન્કલિઝિવ ઇલેકશનના ધ્યેય સાથે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રચારમાં સમાન તકો મળે તે હેતુથી દરેક વિધાનસભામાં એક દિવ્યાંગ મતદાન મથક બનાવવાનું નક્કી કરાયુ છે. ચૂંટણી અધિકારીઓ જણાવે છે કે, આ મથકોમાં ચૂંટણીલક્ષી તમામ ફરજો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવશે. આ પ્રયોગથી દિવ્યાંગ સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ તો પુરુ પાડવામાં આવશે જ સાથે લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન હોવાથી દિવ્યાંગજનો સંતોષકારક લાગણી અનુભવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application