Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇટાલીથી આવેલી બીજી ફ્લાઇટમાં કુલ 150 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

  • January 08, 2022 

પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઇટાલીથી આવેલી સળંગ બીજી ફ્લાઇટમાં કુલ 150 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હતા. તેઓને અમૃતસરમાં જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અગાઉની ફ્લાઇટમાં કુલ 125 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હતા. નોઇસ એરલાઇન્સની ઉડાન કુલ 290 પ્રવાસીઓને લઈને ઇટાલીના મિલાન શહેરથી અમૃતસર પહોંચી હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તે પ્રવાસીઓએ એરપોર્ટ પર હંગામો કર્યો હતો. તેઓની દલીલ હતી કે તેઓ ઇટાલીમાં ટેસ્ટ કરાવીને આવ્યા હતા અને ત્યાં તેમનો રિપોર્ટ નેગેટિવ હતો. અહીં આવીને તેમનો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે થઈ ગયો. આમ પ્રવાસીઓ અને આરોગ્ય વિભાગ વચ્ચે મડાગાંઠ જારી છે.અગાઉની ફ્લાઇટના કોરોના પોઝિટિવ આવેલા પ્રવાસીઓએ પણ આ જ પ્રકારનો હંગામો કર્યો હતો. તેઓનું પણ એ જ કહેવું હતું કે તેમનો રિપોર્ટ ઇટાલીમાં નેગેટિવ હોય તો ભારતમાં આવીને પોઝિટિવ કેવી રીતે થઈ ગયો. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે ઇટાલી પ્રવાસીઓના બોગસ કોરોના રિપોર્ટ આપી રહ્યું છે. તેમનો ટેસ્ટ જ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. ઇટાલીમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. આના લીધે ઇટાલીની બહાર જનારા લોકોને કોરોના નેગેટિવ જાહેર કરીને વિદાય આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેવી હકીકતો પણ સામે આવી છે કે ઇટાલી દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને ભારત મોકલવામાં આવી રહ્યા છે જેથી તેઓએ તેમની સારવાર ન કરવી પડે. ગુરુવારે આ જ રીતે 180 લોકો રોમથી એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટમાં અમૃતસર આવ્યા હતા. તેમાથી 125 કોરોનાગ્રસ્ત નીકળ્યા હતા, તેથી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તેમને આઇસોલેટ કરવા લઈ જઈ રહી હતી ત્યારે તેમના સ્વજનો તેમની સાથે ઝગડી પડયા હતા. તેમા પણ 13 દર્દી તો હોસ્પિટલ પહોંચીને કે હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. તેના લીધે પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તેમને શોધીને તેમની ધરપકડ કરી તેમને પાછા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application