ગુજરાત માટે ધુળેટીનો તહેવાર ભારે રહ્યો છે. ધુળેટીના પર્વ વચ્ચે રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં ડૂબી જવાની કુલ આઠ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગર, ખેડા, કલોલ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને આણંદમાં ડૂબી જવાના બનાવ્યો સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં આજે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને રંગો ઉડાવી આ રંગના પર્વની ઉજવણી કરી હતી. રંગોના તહેવાર બાદ કેટલાક લોકો નદી કે તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન રાજ્યમાં ડૂબી જવાની કુલ 8 ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન 13 લોકોના મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધુળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે. આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ખેડા જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હતા. ધુળેટીના તહેવારમાં ન્હાવા માટે પડેલા પાંચ લોકો ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે ત્રણ કિશોરોના મોત થયા છે. જ્યારે બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા. ધુળેટીની ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો તળાવમાં સ્નાન કરવા પહોંચ્યા હતા. '
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500