પ્રગતીશીલ રાજ્ય ગણાતા મહારાષ્ટ્રમાં છેલ્લા 11 મહિના દરમિયાન એક હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમાં સૌથી વધુ 253 આત્મહત્યાના કિસ્સા બીડ જિલ્લામાં નોંધાયા હતા. વિભાગીય આયુક્તાલયના અહેવાલમાં આ ચોંકાવનારી હકિકત સામે આવી છે. ખેડૂતોની સહાય માટે જુદી જુદી સરકારો તરફથી હજારો કરોડની ફાળવણી કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો જ નથી. મરાઠવાડા કાયમ પાણીની અછતની સ્થિતિનો સામનો કરે છે. આ વિસ્તારમાં દરરોજ સરેરાશ ત્રણ ખેડૂત જીવન ટુંકાવે છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન બીડમાં 253, ધારાશીવમાં 161, છત્રપતી સંભાજીનગરમાં 160, લાતૂરમાં 68, પરભણીમાં 93, નાંદેડમાં 163, પરભણીમાં 93 અને હિંગોલીમાં 40 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પાક નિષ્ફળ જવાથી, કરજ ચૂકવી ન શકવાથી, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાકને થતા નુકસાન તેમજ ખેત માલને યોગ્ય ભાવ ન મળવા જેવા કારણોસર ખેડૂતો જીવન ટુંકાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application