Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો

  • June 02, 2023 

જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ ગયો છે. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


આ પહેલા ગઈકાલે સાંબા સેક્ટરમાં BSF જવાનોએ સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. પોલીસે દસલથી આગળ સામાન્ય લોકો અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જંગલની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જંગલમાં એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોના વધુ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


શ્રીનગરમાં જી-20 સંમેલનના સફળ આયોજન બાદ નિયંત્રણ રેખાથી લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પાકિસ્તાનની નાપાક હરકતો સતત ચાલુ છે. ગઈકાલે મધ્યરાત્રિએ જમ્મુના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને BSF જવાનોએ ઠાર માર્યો હતો. બીજી તરફ BSF અધિકારીઓનો સંપર્ક કર્યા બાદ પાકિસ્તાની રેઝરોએ ઘૂસણખોરની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.


સુરક્ષા દળોએ જમ્મુ ડિવિઝનમાં સરહદ પર 15 દિવસમાં બીજા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ પહેલા સેનાએ પૂંચ જિલ્લાના મેંધરમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહી કરી હતી. તેની પાસેથી આઈઆઈડી અને ડ્રગ્સ મળી આવ્યા હતા. બોર્ડર સિક્યોરિટી ફોર્સે સવારે 2.30 વાગ્યે આધુનિક સાધનો સાથે ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરની મંગુ ચક ચોકી પાસેના જબ્બાર નાલામાંથી ઘૂસણખોરી કરતા જોવામાં આવતા તરત જ સૈનિકો સતર્ક થઈ ગયા હતા.


BSFનાં પ્રવક્તાએ કહ્યું કે, ઘુસણખોર ભારતીય સરહદ તરફ ઘૂસી રહ્યો હતો અને જવાનોને ચેતવણી આપ્યા બાદ પણ તે અટક્યો ન હતો તેથી કાર્યવાહી કર્યા બાદ ઘુસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘુસણખોર પાસેથી પાકિસ્તાની ચલણમાં 460 રૂપિયા અને કેટલાક સિક્કા મળી આવ્યા છે. એવી આશંકા છે કે ઘૂસણખોર આતંકવાદી ગાઈડ પણ હોઈ શકે છે જે રાતના અંધારામાં સરહદ નજીક આવીને તેની પાછળ આવેલા આતંકીઓને ઘૂસણખોરી કરાવી શકે છે. જવાનોએ મંગુ ચક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News